વિખૂટી પડી ગયેલ દીકરીને પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ શહેરમાં રહેતી પરિણીતા ત્રણ વર્ષની દિકરીને લઇ શાક માર્કેટમાં ગયા હતા. ત્યારે દિકરી વિખૂટી પડી જતાં પરિવારે જાણ કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ દીકરીને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
કપડવંજ શહેરના મહંમદઅલી ચોકમાં રહેતા રઝીયાબાનુ અખ્તરશા દિવાન કે જેઓ પોતાની દીકરી માયરા ને લઈ કપડવંજ શહેરના કુંડવાવ બજાર શાક માર્કેટમાં ગયા હતા. તે સમયે તેની દીકરી તેમની પાસેથી વિખુટી પડી ગઈ હતી. તેઓ પોતાની દીકરીને શાક માર્કેટ યાર્ડમાં શોધખોળ કરી પરંતુ તે મળી આવી ન કપડવંજ ટાઉન પોલીસને જાણ કરતા કપડવંજ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી દેવડાએ કુંડવાવ પોલીસ ચોકીમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોને તપાસ કરવા સૂચના આપી હતી. જે બાદ પોલીસ જવાનો દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગુમ થનાર દિકરીની શોધખોળ હાથ ધરી હતી. જેના અંતે શહેરના શેઠ વાળા બજાર માંથી ગુમ થયેલ દિકરી માયરા ઉં. 3 ને શોધી કાઢી પરિવારને સોંપી હતી. પરિવારને ગણતરીના કલાકોમાં પોલીસે પોતાની હેમખેમ દીકરી શોધી આપતા પરિવાર એ પોલીસનો આભાર માન્યો હતો