ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જલ દિવસ નિમિત્તે સમૃદ્ધિ અને શાંતિ માટે જળ સ્વરાજની ઉજવણી કરવામાં આવી.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જલ દિવસ નિમિત્તે સમૃદ્ધિ અને શાંતિ માટે જળ સ્વરાજની ઉજવણી કરવામાં આવી

ઉપસ્થિત ગ્રામજનોને પાણીનું મહત્વ સમજાવી ઓછા પાણીથી વહેલી પાકતી ખેતીની જાતોનું વાવેતર તથા છાણીયા ખાતર સહીત કીટ નિયંત્રણનો ઉપયોગ કરવા સમજ અપાઇ 22 માર્ચ ના રોજ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ ફતેપુરા તથા ઝાલોદ તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા સમૃદ્ધિ અને શાંતિ માટે જળ સ્વરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લઈ વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ફતેપુરા તાલુકાના ઘાણીખુટમાં ગાયત્રી યજ્ઞ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નાનીઢઢેલી,ડબલારા,વાસીયાકુઈ, માધવા,ભીતોડી પ્રાથમિક શાળા આ બધા ગામોની અંદર સંગઠનના સભ્યો દ્વારા વિશ્વ જળ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ જલ હી જીવન હૈ,જળ વગર ખેતી,પશુપાલન,જંગલ અને મનુષ્ય જીવન અસંભવ છે જે બાબતે આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત તમામ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ,બહેનો અને બાળકોને સમજણ આપવામાં આવી હતી.આ સાથે વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલ બ્લોક સહજ કર્તા દ્વારા પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.અને ગીરીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ઓછા પાણીમાં અને વહેલી પાકતી ખેતીની જાતોનું વાવેતર કરવું જોઈએ.પાણીને બચાવવા માટે ખેતરોમાં ઉચિત માત્રામાં છાણીયું ખાતર, જૈવિક કીટ નિયંત્રણનો ઉપયોગ કરવો જોઈએ.જેથી કરીને શુદ્ધ પાણી મળી શકે. અને જળ પ્રદૂષણ રોકી શકાય.બની શકે ત્યાં સુધી ફુવારા કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.જેનાથી 40 થી 60 ટકા પાણી બચાવી શકાય છે.વરસાદનું પાણી,ગામનું પાણી ગામમાં,ખેતરનું પાણી ખેતરમાં રોકવા માટેના ભરપૂર પ્રયાસ કરવા જોઈએ.

બિન ઉપયોગી કુવા,હેન્ડ પંપ વગેરે જગ્યા ઉપર જળનું પુનઃભરણ માટે ઉપયોગ કરવો જોઈએ.ગામોમાં તળાવો,વાવડીઓ, કુવા આ બધાનું દ્વાર કરવું જોઈએ.અને વરસાદનું પાણી એકત્રિત કરવા તેનો ઉપયોગ કરવો જોઈએ.તળાવ,નદીમાં પાણીની બાષ્પીકરણ અને ઓછું કરવા પ્રભાવિત રીતે લાગુ કરવાથી ભુજલ પુનઃભરણ કરી શકાય છે.નળ,હેન્ડ પંપ વિગેરે ના પાણીનો વધારે દુરુપયોગ કરવો ન જોઈએ.તેમજ પાણી બચાવવા પાણીનો દહન ઓછું કરવું જેવી સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રેલી દ્વારા,પ્રવચનો દ્વારા,હલમાં દ્વારા પાણી બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.વાગ્ધારા સંસ્થા દ્વારા દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ વિશેષ રૂપથી બનાવવામાં આવે છે.

આ કાર્યક્રમ ઝાલોદ તાલુકાના રાયપુરા, ખરસાણા જેવા ગામોમાં પણ ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘાણીખુટના રમેશભાઈ મકવાણા,કાનજીભાઈ કટારા,રંગાભાઇ દેવદા માનજીભાઈ દેવદા,રાવળના વરુણાના મડ્યાભાઈ મકવાણા,માધવાના દલુભાઈ પારગી,મડ્યાભાઈ સંગાડા,વાંસિયાકુઈ થી ચંદાણા હરસિંગભાઈ,ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારાએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ ભાગ ભજવ્યો હતો.આ સાથે વાગ્ધારા સંસ્થાના સહાયકો યોગેશભાઈપારગી,સુરેખાબેન પારગી,સવાભાઈ ડામોર,મહેશભાઈ કામોળ દ્વારા પણ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: