સ્ક્રીનશોટ મોકલી ભૂલથી રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા છે તેમ કહી ગઠિયાએ ૯૮ હજારની છેતરપિંડી કરી
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજમાં અજાણ્યા અજાણ્યા મોબાઇલ ધારકે બનાવટી સ્ક્રીન શોર્ટ યુવાનને મોકલી કહ્યું. તમારા ખાતામાં ભૂલથી રૂપિયા ટ્રાન્સફર થયા છે’ તેમ કહી રૂપિયા પડાવી લીધી છે.
કપડવંજ શહેરમાં રહેતા મહંમદ ઈરફાન અબ્દુલસત્તાર શેખ પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે છે. પાચ માર્ચના રોજ એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો અને સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરતા કહ્યું કે, મારાથી ભૂલમાં તમારા ખાતામાં રૂપિયા ૯૮ હજાર ૭૫૦ ઓનલાઇન નખાઈ ગયા છે. જેનો સ્ક્રીનશોટ પણ તમને વોટ્સએપ પર મોકલ્યો છે. જેથી મહંમદ ઈરફાનને લાગ્યું ખરેખર ભૂલથી નાણા ટ્રાન્સફર થઈ ગયા હશે જેથી તેઓએ પોતાના ખાતામાં ચેક કર્યા વગર મોબાઈલ વોટ્સએપ સ્ક્રીનશોટના આધારે રૂપિયા ૯૮ હજાર ૭૫૦ પરત પેટીએમ કરેલ હતા. ત્યારબાદ મહંમદ ઈરફાએ મોબાઇલમા ચેક કરતા આ નાણાં ડેબિટ થયા હતા પરંતુ ક્રેડિટ થયા ન હતા. અને તેઓએ આવેલા નંબર ઉપર ફોન કર્યો પરંતુ સામેવાળી વ્યક્તિએ ફોન રિસીવ કર્યો ન હતો. મહંમદ ઈરફાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તે સમય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ ત્યારબાદ કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
