ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ, પોલીસની કામગીરી પર સવાલ…
વનરાજ ભુરીયા,ગરબાડા
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ!
ગરબાડા તાલુકામાં અવારનવાર બૂટલેગરો દ્વારા દારૂબંધીના ધજાગરા ઉડાવતા કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ ગરબાડા પોલીસની નિષ્ક્રિય કામગીરીના કારણે બૂટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા નજરે પડતાં હોય છે ત્યારે ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે આજરોજ પરંપરાગત ચૂલના મેળાનું આયોજન કરાયું હતું ત્યારે આ મેળામાં હજારો લોકો મોજ માણવા માટે આવતા હોય છે ત્યારે ગાંગરડી ગામે પુલ ની બાજુમાં કેટલાક બૂટલેગરો વીડિયોમાં જોઇ શકાય છે કે જાણે ઠંડુ પીણું વેચી રહ્યા હોય તેમ છેલ્લા કેટલાય દિવસોથી ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે ગાંધીના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં પોલીસની બેદરકારી કે હપ્તાખોરીના કારણે દારૂની ઘુષણખોરી કરવામાં આવતી હોય છે અને ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ જગ્યાની બાજુમાં જ પોલીસના જવાનો ઊભા હતા છતાં પણ આંધળા હોવાનો ઢોંગ કરી બુટલેગરોને છાવરી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારબાદ પોલીસનો સ્થળ નજીક વિડિયો લેતાં અને આ બાબતે રજૂઆત કરાતા પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી અને બૂટલેગરો ના રહેણાંક મકાનોમાં રેઇડ કરી હતી. માત્ર ગાંગરડી માં જ નહિ પણ ગરબાડા નગરમાં પણ ઠેર ઠેર દારૂનું વેચાણ થતું જોવા મળતું હોય છે ત્યારે સવાલ થાય છે કે ગરબાડા પોલીસ આ બાબતથી અજાણ છે કે જાણી જોઈ આંખ આડા કાન કરી રહી છે? દારૂની રેલમછેલ ના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબાડામાં દારૂબંધી ના કાયદાનો કડકપણે અમલ થશે કે પછી જે સે થે ની પરિસ્થતિ યથાવત રહેશે.
ત્યારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને જોઈ એમ લાગી રહ્યું છે કે ગરબાડા પોલીસે બુટલેગરોને શું દારૂનું વેચાણ કરવા માટેની છૂટ આપવામાં આવી છે?