કઠલાલ તાલુકામા પોલીસે દરોડો પાડી માસ અને ગૌવંશનું ચામડુ જપ્ત કર્યું
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલના ખોખરવાડા ગામની નદીના કોતરોમાં પશુ માસના વેચાણ પર પોલીસે દરોડો પાડી ૬૦૦ કિલો માસ અને ૨૦૦ કિઊ ગૌવંશનું ચામડુ જપ્ત કર્યું છે. જ્યારે વેચાણ કરતા બાઇક ચાલક વાહન મૂકી ફરાર થઇ ગયો. પોલીસે બાઇક સહિત રૂપિયા ૧.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ પોલીસને બાતમી મળી હતી કે, ખોખરવાડા ગામના સીમમાં નદી વિસ્તારમાં પશુ માસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે આધારે પોલીસે દરોડો પાડયો હતો. પરંતુ ગૌ માંસ વેચનારાઓને પોલીસ આવવાની જાણ થતા તેઓ પોલીસ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી એક મોટર સાયકલ કબજે કર્યું હતું. અહીંયા નજીકથી એક પ્લાસ્ટિકની કોથળીમાં જમીન ઉપર પાથરેલ કોઈ પશુનું અંદાજિત ૬૦૦ કિલોગ્રામ માસ તેમજ ૨૦૦ કિલોગ્રામ ચામડું અને પશુના બે માથા મળી આવ્યું હતું. આ ઉપરાંત બે પશુના બે માથાની ખોપડીઓ પણ પડેલી હતી જે બંને ખોપડીઓ ઉપરથી ચામડું તથા માસ ઉતારી લીધું હતું અને અંદાજિત આઠ ખડીયા સાથેના કાપેલા પગ તથા માસના ટુકડા પ્લાસ્ટિકના મીણીયાની કોથળીમાં ભરેલા મળી આવ્યાં હતા. સ્થળ ઉપરથી ત્રણ મોટા છરા તેમજ એક કુહાડી મળી આવી હતી. પોલીસે કઠલાલ વેનેટરી ડોક્ટરનો દ્વારા તપાસ કરવામાં આવતા આ માસ તથા ચામડું ગૌવંશના હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે ૯૦ હજારના ગૌમાસ તેમજ ગૌવંશનો ચામડું ૧૦ હજાર અને અન્ય મળી વાહન મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૫ હજાર ૭૦૦નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ઉપરોક્ત મોટર સાયકલના ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસે ફરિયાદ નોંધી ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.