વેપારીએ ૩૦ લાખ રૂપિયા વ્યાજે લિધા હતાં જેનું વ્યાજ દસ ટકા માંગતા ફરિયાદ નોંધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
ગળતેશ્વરના સેવાલીયામાં તમાકુનો વેપારી એ વ્યાજે ૩૦ લાખ રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજખોરે ૧૦ ટકા વ્યાજ માંગતા છેવટે વેપારીએ વ્યાજખોર વિરુદ્ધ સેશાલીયા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.
ગળતેશ્વર તાલુકાના થર્મલ ચોકડી અંબિકા રેસીડેન્સીમાં રહેતા હિતેશકુમાર લજપતરાય મહેશ્વરી તમાકુનો વેપાર કરે છે. વ્યપારમાં દેઉ થઇ જતા તેઓએ પોતાના મિત્ર થકી સેવાલિયા ખાતે રહેતા યાકુબભાઈહાજી અબ્દુલહયાત વ્હોરા પાસેથી વ્યાજે નાણાં લેવા બેઠક કરી હતી. યાકુબભાઈ હાજીએ સિક્યુરિટી પેટે કોઈ વસ્તુ માંગતા હિતેશભાઈએ પોતાની માતાના નામે ચાલતુ મકાન સિક્યુરિટી પેટે આપી દીધું હતું. તે વખતે એક ટકાના વ્યાજે રૂપિયા યાકુબભાઈ હાજીએ આપ્યા હતા. જોકે, એક ટકાની રકમ લઈને હિતેશભાઈ આ યાકુબભાઈ હાજી પાસે ચૂકવવા જાય છે ત્યારે વ્યાજખોર યાકુબભાઈ હાજીએ કહ્યું કે એક ટકો નહીં હું ૧૦ ટકાએ જ રકમ આપું છું જેથી હિતેશભાઈએ આજ સુધી રુપિયા ૫ લાખ ૫૦ હજાર પરત આપી દીધા હતા. પરંતુ વધુ વ્યાજ ચૂકવવાની શક્તિ ન હોય અને યાકુબભાઈ હાજીએ મોબાઈલમાં ધમકી આપતા હતા છેવટે હિતેશભાઈએ આ મામલે સેવાલીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.