ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશીને
દાહોદ, તા.ર૭
ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશીને સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાની કોશીશ કર્યાનું જાણવા મળેલ છે.
ગત તા.ર૦.૯.ર૦૧૮ના રોજ મોડી રાતે ચોરીના મક્કમ ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ હિન્દોલીયા ગામના સાઠીયા ફળીયાના નાનજીભાઈ કાળુભાઈ ભાભોરના બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ અને કોઈ હથિયાર વડે બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કરી નાસી ગયા હતા.
આ સંબંધે ગ્ નાનજીભાઈ કાળુભાઈ ભાભોરે સુખસર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.