વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
લોકસભા સામાન્ય ચૂંટણી માં ખેડા જિલ્લાના સૌ મતદારો પોતાના મતાધિકાર વિશે જાગૃત થાય તથા મહત્તમ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ સ્વીપ એક્ટીવીટી હાથ ધરી રહ્યું છે. જે અન્વયે મહુધા તાલુકાના કંજોડા મુકામે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદારોની જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કંજોડા ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી તેમજ શિક્ષકો દ્વારા ગ્રામસભા કરી મતદાતાઓને મતદાન કરવા અંગે સમજૂત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે SVEEP – Systematic Voter’s Education and Electoral Participation અંતર્ગત ખેડા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએથી લઈ જિલ્લાકક્ષા સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં જિલ્લાના મતદાતાઓને અવશ્ય મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવવા જાગૃત કરી પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં આવી રહ્યા છે.