જમાઈના ઘરે આવી રહેલા વૃદ્ધ રોડ ક્રોસ કરવા જતાં અકસ્માતમાં મોત નિપજયું

નરેશ ગનવાણી નડિયાદ

વસો-પીજ રોડ પર આવતી કારે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને અડફેટે લઈ વૃદ્ધાને રોડ પર ઉછાળ્યા હતા. જેથી વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકને આસપાસના લોકોએ પકડી  વસો પોલીસના હવાલે કર્યો છે.

શનીવાર બપોરે વસો-પીજ રોડ પર નાનાપુરા પાસે  આવતી કાર ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. ટક્કર મારતા આ વૃદ્ધા ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત કરનાર કાર ચાલકને  આસપાસના લોકોએ પકડી પાડ્યો હતો. અને વસો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર અને  ચાલકનો કબ્જો મેળવી તેના વિરુદ્ધ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને જોનાર પ્રત્યદર્શી ખોડાભાઇ રૂમાલભાઈ સોલંકીએ કહ્યું કે હું લગ્ન પ્રસંગ પૂર્ણ કરી મારા ઘરે બામરોલી પરત કાર લઈને આવતો હતો. ત્યારે  કાર ચાલક મારી કારને ઓવરટેક કરીને ગયો હતો અને રસ્તો ક્રોસ કરી રહેલા માજીને અડફેટે લીધા હતા. મેં કારમાંથી ઉતરી જોયું તો મારી પડોશમાં રહેતા પ્રભાતભાઈ મણીભાઈ ચાવડાના સાસુ ગંગાબેન (રહે.વલેટવા) હતા. ૧૦૮ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવતા તેમને મૃત જાહેર કર્યા હતા. અને તેમના સાસુ ગંગાબેન વલેટવાથી પોતાના જમાઈના ઘરે જતાં હતાં રીક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનુ જણાવ્યુ છે. જેથી વસો પોલીસે આ પ્રત્યદર્શી ખોડાભાઇ રૂમાલભાઈ સોલંકીની ફરિયાદના આધારે ઉપરોક્ત કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!