ચાકલીયા પોલીસે 140720 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ચાકલીયા પોલીસે 140720 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો

  હાલ નગરમાં લગ્નસરા તેમજ લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેને લઈ કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થાની હેરફેરના પ્રયાસો કરી રહેલ હોય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાખોરીને ડામવા ચાકલીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ સતત પેટ્રોલીંગ કરી અસામાજિક કામગીરી કરતા લોકો પર વોચ રાખી રહેલ છે. તે અન્વયે ચાકલીયા પોલીસના પી.એસ.આઇ જે.કે.રાઠોડને બાતમી મળેલ હતી કે વિદેશી દારૂનો જથ્થો લઈ કચલઘરા અનાશ નદી પાસેથી વાહન પસાર થનાર છે. 

પી.એસ.આઇ જે.કે.રાઠોડ કચલઘરા અનાસ નદી પર બાતમી વાળા વાહનની રાહ દેખી રહેલ હતા તે દરમ્યાન બાતમી વાળી બે મોટરસાયકલ આવતા તેને રોકવામાં આવેલ હતી. આ વાહન સાથે મેંદાલ હુકા ડામોર ( બાલવાસા ફળિયું, થાંદલા ,મધ્યપ્રદેશ) ની અટકાયત કરી તેની પાસેથી ઇંગ્લિશ દારૃ બિયરની કુલ બોટલો 696 જેની કિંમત 90720 તેમજ અટકાયત કરેલ બે મોટરસાયકલ જેની કિંમત 50000 થઈ કુલ 140720 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!