ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

ઝાલોદ પોલીસ લોકસભાની ચુંટણી તેમજ લગ્નસરાની સિઝન ચાલતી હોઈ ગેરકાયદેસર રીતે નગરમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડનાર ઈસમો પર સતત વોચ રાખી રહેલ છે. ઝાલોદ નગરના પી.એસ.આઇ એમ.એમ.માળી તેમજ પો.સ.ઇ સી.કે.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમી મળેલ હતી કે રાજસ્થાન મોનાડુંગર તરફથી એક ઈસમ સફેદ કલરની સ્વીફટ ગાડી GJ-09-BB-4865 મા ગેરકાયદેસર રીતે દારૂ લઈને આવી રહેલ છે તેના આધારે ઘાવડીયા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરેલ હતું.

ચેકીંગ સમયે બાતમી વાળુ વાહન આવતા તેને રોકવા માટે ઈસારો કરતા ચાલક દ્વારા ગાડી પલટાવી નાસી જવાની કોશિશ કરવામાં આવતા પોલીસ દ્વારા ગાડી કોર્ડન કરી ગાડી સાથે એક ઈસમ જેનું નામ મૂકેશ મગનલાલ કલાલ ( તેજપુર, બાંસવાડા) ને ઝડપી પાડવામાં આવેલ હતો. તેમજ ગાડીની અંદર તપાસ કરાતા ગાડીની અંદર થી દારૂની કુલ નવ પેટી માલ મળી આવેલ હતો. દારૂની કુલ 210 બોટલ જેની અંદાજિત કિંમત 39690 તેમજ ગાડીની 3,00,000 કિંમત થઈ કુલ 3 39,690 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: