નડિયાદ રેલવે સ્ટેશન પાસે એક ઇસમ ગાંજાના જથ્થા સાથે ઝપાડયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ રેલવે સ્ટેશન પાર્સલ ઓફીસ પાસેના ફુટ ઓવર બ્રીજ ઉપરથી પોલીસે એક પરપ્રાંતી ઇસમને ગાંજાના જથ્થા સાથે
ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય બે  ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

નડિયાદ રેલવે પોલીસ મથકના અનાર્મ
હેડકોન્સ્ટેબલ વિજયભાઇ ચાવડા ૧ લી એપ્રીલના રોજ સવારે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સવારે ૫.૪૦ કલાકે પ્લેટફોર્મ નં.૨  ઉપર કલકત્તાથી અમદાવાદ તરફ જતી ટ્રેન આવી હતી. ત્યારે ટ્રેનના પેસેન્જરો ઉપર વોચ કરતા એક ઇસમ પાર્સલ ઓફિસની પાસેના ફુટ ઓવર બ્રીજ ઉપરથી પોતાના ખભે એક મરૂન કલરની
બેગ લઇને શકમંદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને ઉભો રાખી. પોલીસે બેગમાં શું છે તેમ પુછપરછ કરતા તે ગભરાઇ ગયેલ
અને ગાંજો હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભેપોલીસ પોલીસે નામ  ઇસમને પુછતા  તેણે પોતાનું નામ લલન કુમાર
પ્રમોદપ્રસાદસિંહ રહે.બનગામા, બિહાર હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભેપોલીસે તેને પોલીસ મથકે લઇ જઇ વધુ પુછપરછ કરતાં
અમદાવાદ સાબરમતી ખાતે રહેતા વિપુલ સુથાર તથા ઝારખંડ ધનવાદના નયન બંગાલી પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. આ સંદર્ભેનડિયાદ રેલવે પોલીસે લલનકુમારસિંહ, વિપુલ સુથાર તથા નયન બંગાલી વિરૂદ્ધ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: