માતાએ ઠપકો આપતાં ઘર છોડી ચાલી ગઇએલ દિકરીનું માવતર‌ સાથે સુખદ મિલન

નરેશ ગનવાણી નડિયાદ

કઠલાલમાં માતાએ ઠપકો આપતાં નારાજ થઈ ઘર છોડી ચાલી ગઇ હતી. કિશોરી ચાલતી ચાલતી કઠલાલથી ચકલાસી પંથકમાં પહોંચી ગઈ હતી. ચકલાસી પોલીસ વિભાગની એસએચઇ ટીમને ધ્યાને આવતાં  દિકરીનું કાઉન્સિલીગ કરી ફક્ત ૪ કલાકમાં માવતર‌ સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
કઠલાલ પંથકમાં રહેતા પરપ્રાંતીય મજૂર વર્ગ પરિવારની કિશોરી પોતાના ઘરથી લાપતા બની હતી. પરિવાર ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો હોય  પરિવારે તેણીની શોધખોળ કરી હતી. બીજી તરફ આ કિશોરી ચાલતી ચાલતી નડિયાદના ચકલાસી પંથકમાં આવી પહોંચી હતી. ચકલાસી પોલીસની SHE ટીમને  કિશોરી મળી આવેલી કિશોરીનુ સતત કાઉન્સિલીગ કરી તમામ માહિતી એકત્ર કરી ઈંટોના ભઠ્ઠાઓ પર પોલીસે પહોચી તપાસ કરી હતી. પરંતુ તેણીના માવતરની કોઈ ભાળ મળી આવી ન હોતી. કિશોરીની ભાષાનો ફેર પડતો હોવાથી પોલીસને કામગીરીમાં અડચણ આવતી હતી. આથી પોલીસે તેણીના ફોટા તથા તમામ વિગતો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેમજ સોશિયલ મીડિયાની મદદથી દિકરીના પરિવારજનોની ભાળ મેળવવા પ્રયાસો કરાયા હતા. જેમાં કઠલાલ પંથકમાંથી સફળતા મળતા છેવટે ચકલાસી પોલીસની એસએચઈ ટીમે તેણીના માવતર સાથે પુનઃ મિલન કરાવ્યું. ફક્ત 4 કલાકની અંદર જ પુનઃ મિલન કરાવ્યું હતું. પોલીસની આ ઉમદા કામગીરીએ એક દિકરીને તેના માવતર સાથે મિલન કરાવતા સૌએ વધાવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: