નડિયાદ એસટી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
નરેશ ગનવાણી નડિયાદ
નડીયાદના બસ સ્ટેશન ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ જેમાં ડાયાબિટીસ , ટીબી, બીપી, એચબી, બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવેલ તેમજ , આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતાં.
નડીયાદમાં આવેલ એસ ટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવે ના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડોક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ જેમાં ડાયાબિટીસ , ટીબી, બીપી, એચબી (હિમોગ્લોબીન લોહીની ટકાવારી), બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવેલ તેમજ , આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવેલ મેડિકલ કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ડી એન બારોટ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલ અમિન ની ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું જે આગામી બે દિવસ સુધી ચાલનાર છે. જેમાં ડેપો મેનેજર કે કે પરમાર તથા અને ડીટીઓ આઈ જે નાઈ ઉપસ્થિત રહેલ. અને કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો મેડિકલ કેમ્પનું આયોજન બદલ દરેક કર્મચારીએ પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો.