ઝાલોદ તાલુકાના મુનખોસલા રોડ પર ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી દાહોદ પોલીસ.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના મુનખોસલા રોડ પર ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી દાહોદ પોલીસ : 49500 ના દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરાઈ
આવનાર લોકસભાની ચુંટણી તેમજ લગ્નસરાની સિઝનને અનુલક્ષીને દાહોદ જિલ્લા અધિક્ષક ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર સતત વોચ રાખી ગુનેગારોને ઝડપી પાડવા સતત પ્રયત્નશીલ શીલ છે. તે અનુલક્ષી દાહોદ જિલ્લા અધિક્ષકની સૂચના મુજબ ઝાલોદમા એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગ કરી રહેલ હતી ત્યારે બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી બે એક્ટિવા પર ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈને આવી રહેલ છે.
માહિતી મુજબ બંબેલા ઘાવડીયા બાજુથી મુનખોસલા આવતા રસ્તે બે એક્ટિવા આવતા તેને રોકી કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી તપાસ હાથ ધરાતા થેલા માથી તેમજ મોટરસાયકલની ડીકી માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ હતું.
દાહોદ એલ.સી.બી દ્વારા બંને એક્ટિવા જેની આસરે 100000 કિંમત તેમજ તેમની પાસેથી મળેલ વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત 49500 સાથે 149500 નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
