ઠાસરામાં નીલગીરીના ખેતરોમાં સતાડેલો ૧.૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરામાં નગર સેવા સદન એમઆરએફ સેન્ટર નજીકના નીલગીરીના ખેતરમાં એસએમસીએ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ખેતરમાં સંતાડેલો રૂપિયા ૧.૧૧ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે  એક આરોપીને પોલીસે ઝડપી પાડયો  છે. જ્યારે 3 અરોપીઓ વોન્ટેડ છે.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસના માણસોએ ગુપ્ત બાતમીના આધારે ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડ્યો હતો. ઠાસરામાં નગર સેવા સદન એમઆરએફ સેન્ટરની સામે આવેલ માળ વિસ્તારમાં નહેર ઉપર એક ઈસમને શંકાના આધારે પકડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં. પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સંજય સોમાભાઈ પરમાર (રહે.ઠાસરા) જણાવ્યું હતું. આ દારૂનો જથ્થો ઠાસરામાં મહાકાળી મંદિર પાસે રહેતા દિનેશ ઉર્ફે મકો અર્જુનભાઈ પરમારે વેચાણ અર્થે આપ્યો હતો.  વધુ દારુ નજીક આવેલા નીલગીરીના ખેતરમાં સંતાડેલો હોવાનું જણાવતાં પોલીસે  ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

દારૂના જથ્થાની ગણતરી કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ ૧૧૧૮ કિંમત રૂપિયા 1 લાખ ૧૧ હજાર ૮૦૦નો વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૧૮ હજાર ૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરી હતી. સંજયે પોલીસ સામે કબૂલાત કરી હતી કે, બે દિવસ અગાઉ જ મુખ્ય આરોપી દિનેશ ઉર્ફે મકાએ તેને નોકરી પર રાખ્યો હતો. અને આ દારૂના ધંધામાં ચેતન ઉર્ફે કાભઈભાઈ ઉર્ફે કાકો ‌ફતાભાઈ પરમાર (રહે.ઠાસરા) મદદ કરતો હતો અને કાળું નામનો વ્યક્તિ એક કાર લઈને ઉપરોક્ત દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી લાવ્યો હતો અને અહીંયા ઉતાર્યો હતો‌. પોલીસે કુલ ચાર આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: