નડિયાદ સી.બી પટેલ આર્ટસ કોલેજ ના આચાર્યને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક અતુલ્ય વારસો જાળવનાર ગુજરાતના દરેક જિલ્લાના ૫૦૦થી વધુ વિશિષ્ટ કાર્ય કરનાર મહાનુભાવોની અરજીઓમાં આણંદ જિલ્લામાંથી ગુજરાતનો અતુલ્ય વારસો જાળવનાર મહાનુભાવોમાં લેખન અને સાહિત્યકળામાં વિશેષ યોગદાન બદલ નડિયાદ સી. બી. પટેલ આર્ટ્સ કોલેજ ના આચાર્ય પ્રો.ડો.મહેન્દ્રકુમાર દવેની અતુલ્ય વારસો આઇડેન્ટેટી એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગી થઈ છે આજ રોજ તારીખ ૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ ડો. આંબેડકર હોલ ગાંધીનગર ખાતે પુરષ્કૃત કાર્યક્રમનું આયોજન થયેલ હતું . વિવિધ કળાઓમા શ્રેષ્ઠ પ્રદાન અર્પનાર મહાનુભાવો માં સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય પ્રો.ડો.દવેને અતુલ્ય વારસો સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે સી. બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદના આચાર્ય પ્રો.ડો.મહેન્દ્રકુમાર દવેને ગયા વર્ષે અચલા ફાઉન્ડેશન દ્વારા સર્વ શ્રેષ્ઠ અધ્યાપકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આમ આ કોલેજમાં બે વર્ષથી આવીને બે વર્ષમાં બે વખત નેશનલ સિદ્ધિ રૂપે વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર આચાર્ય માટે કોલેજ મંડળ, સમગ્ર સ્ટાફ પરિવાર, તેમજ શિક્ષણ જગત ગૌરવ અનુભવે છે. આ એવોર્ડ માટે અતુલ્ય વારસાને બિરદાવનાર ટીમના સૌ કર્મવીરોનો આભાર ભાવ પ્રગટ કરી આચાર્યએ સૌ શુભેચ્છકો નો આભાર વ્યક્ત કર્યો હતો.
