ખેડા જિલ્લામાં ગુડી પડવો પર્વની ઉજવણી કરવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચૈત્ર સુદ એકમે મરાઠી સમાજ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે. ઘરના આંગણામાં આજના દિવસે ગુડી એટલે કે ગુટી ધજા ચડાવવામાં આવેલ હોવાથી આજના દિવસને મહારાષ્ટ્રમાં “ગુટી એટલે કે ગુડી પડવો” નામ મળ્યું. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આ દિવસથી નવ વર્ષનો પ્રારંભ થાય છે.
આજના દિવસે પુરણ પોળી સહિતના મિષ્ટાનો આરોગવાના મહત્વ સાથે લીમડો, લીમડાનો મોર, ગોળ, મીઠુ, આંબલી, કાચી
કેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાર્થ બનાવીને આરોગવાની પરંપરા છે. આ દિવસે મરાઠી સમાજની બહેનો ખાસ ગુડી પડવાની પૂજા કરે છે. સાથે સાથે કડવા લીમડાના પાનનું પાણી બનાવી જલ પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે. નડિયાદમા રહેતા મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ આજે  ગૃહિણી  થઈને ઉખાણાંમા પોતાના પતિના નામ લઈને, વિવિધ રમતો રમે છે, વાનગીઓ બનાવે છે. ભારતી ઠાકુર જણાવે છે કે, સમાજની બહેનો આ દિવસે પૂજા કરે છે મનોરંજન કરે છે. આ ઉજવણી પાછળ એક દંતકથા એ પણ છે કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાન જ્યારે લંકાથી વિજય મેળવી પરત અયોધ્યા આવતા હતા અને આ સન્માન મહારાષ્ટ્રીયન લોકો આ પર્વની ઉજવણી કરે છે. અમે આજે અહીંયા સૌ ગૃહિણી ભેગા થઈને ઉખાણાંમા પોતાના પતિના નામ લેવામાં આવે છે. આજે અહીંયા અમે ઘર આંગણે આકર્ષક રંગોળી પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: