ઝાલોદ પોલીસે 29,136 ના વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી : એક ફરાર.

પંકજ પંડિતતાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ પોલીસે 29,136 ના વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી : એક ફરાર

ઝાલોદ પોલીસના પી.એસ.આઈ એમ.એમ.માળી આવનાર લોકસભાની ચૂંટણીને લઈ લગાતાર પેટ્રોલીંગ કરી અસામાજિક તત્ત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી પાડવા પ્રયત્નશીલ છે તે અન્વયે ઝાલોદ પી.એસ.આઇ એમ.એમ.માળી પોતાના પોલીસ સ્ટાફ સાથે ગરાડુ ગામે પાંચમહુડા ચેક પોસ્ટ પર ચેકીંગમા હતા તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઈને બે ઈસમો વિમલના થેલામાં વિદેશી દારૂ ભરી રાજસ્થાન બાજુથી આવનાર છે ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને દૂરથી રોકવાનો ઈસારો કરવામાં આવતા ગાડી પર સવાર બંને ઈસમો ગાડી વળાવી ભાગી જવાની કોશિશ કરતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ગાડીનો ચાલક અનિલ પ્રદીપ મુનિયા ( ગરાડુ ) ને તેની મોટરસાયકલ GJ-20-Q-0985 સાથે ઝડપી પાડેલ હતો અને તેના સાથે બેસેલ અન્ય પાછળ બેસેલ ઈસમ ફરાર થઈ ગયેલ હતો. આ ઈસમ પાસેથી પોલીસને દારૂની કુલ 240 બોટલો જેની અંદાજિત કિંમત 29136 અને બાઈકની કિંમત 25000 થઈ કુલ 54136 ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: