હિટવેવ એકશન પ્લાનના નોડલ અધિકારી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ), દિલ્હી દ્વારા હિટવેવ એડવાઇઝરી ૨૦૨૪ જાહેર કરવામાં આવી છે. જે અન્વયે અગમચેતીના પગલાં લેવા તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ સંભવિત હિટવેવની પરિસ્થિતિ અંગે જાહેર જનતાને પ્રારંભિક ચેતવણીથી માહિતગાર કરવા અને હિટવેવ એકશન પ્લાનના અમલીકરણ અંગે સંકલન કરવા માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી દ્વારા ખેડા જિલ્લા ખાતે હિટવેવ એકશન પ્લાનના અમલીકરણ અંગે સંકલન કરવા માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નડીયાદ તથા તાલુકા કક્ષાના નોડલ અધિકારી તરીકે સંબંધિત તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ નોડલ અધિકારીઓ દ્વારા હિટવેવને સંબંધિત તમામ કામગીરી તથા કોઇ જાનહાનિ ન થાય તેમજ હિટવેવ સંબંધિત પ્રચાર પ્રસાર કામગીરી કરશે તેમ અધિક નિવાસી કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
