કુદરતી સૌંદર્ય વચ્ચે મહિસાગર નદી મફત સ્વીમીંગ પુલ બન્યો

નરેશ ગનવાણી નડિયાદ

ઉનાળામાં ગરમીનો પારો જયારે આસમાને પહોંચી રહયો છે ત્યારે  લોકો ખાનગી સ્વીમીંગ પુલો તરફ જઈ રહ્યા છે ખેડા જિલ્લામાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે કુદરતી સૌંદર્ય વચ્ચે મફત સ્વીમીંગ પુલ બન્યો છે મહીસાગર નદીમાં જયાં લોકો મજા માણી રહ્યા છે તે પણ પોતાના પરિવાર સાથે

ઉનાળો શરૂ થતાં ગરમીનો પારો આજે ૩૯ ડીગ્રી પાર પહોંચ્યો છે ગરમી સાથે મોટા શહેરોમાં બાળકોના વેકેશ- પડતા લોકો પરિવાર સાથે ઠંડી જગ્યાએ ફરવા જઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો મજા માણવા સાથે ગરમીથી. છુટકારો મેળવવા હજારો રૂપિયા ખર્ચી ખાનગી સ્વીમીંગ પુલ તરફ જઈ રહયા છે. તેવામાં ગરીબ મધ્યમવર્ગ ના ગ્રામીણ લોકો માટે નદી જ સ્વીમીંગ પુલ બની છે ત્યારે મધ્યગુજરાત ની જીવાદોરી અને બારેમાસ વહેતી નદી મહીસાગર નદીના વહેતા પાણી અને કુદરતી સૌંદર્ય વચ્ચે દૂર દૂરથી લોકો પરિવાર સાથે આવી નાહવા ચા નાસ્તા સહિતની મજા માણે છે તે પણ બિલકુલ મફત

વણાંકબોરી ડેમથી ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના કેટલાય ગામોમાંથી પસાર થાય છે મહીસાગર નદી જેનો સૌથી મોટો પટ અને સંગમ સ્થળ છે એક સેવાલીયા અને બીજો ગળતેશ્વર આ બન્ને જગ્યાએ અમદાવાદ સુરત વડોદરા આણંદ નડીઆદ સહિત સમગ્ર ગુજરાતમાં થી લોકો પર્યટન માટે આવે છે અને કુદરતી સૌંદર્ય માણે છે અહીં સ્નાનનું વિશેષ મહત્વ પણ છે જોકે અત્યારે ગળતેશ્વર અને સેવાલીયામાં દૂર દૂરથી લોકો પરિવાર સાથે અહીં ગરમીથી છુટકારો મેળવવા આવી રહ્યા છે નદીના પાણીમાં  સ્વીમીંગ પુલની જેમ નાના ભૂલકાં અને પરિવાર સાથે મજા માણે છે લોકો અહીં રોજ હજારો લોકો આવતા ચા નાસ્તા સહિતની ખાણીપીણીનું બજાર ઉભું થતા રોજગારી પણ વધી છે ત્યારે કહી શકાય કે મફતમાં જ કુદરતી વાતવાતમાં વહેતા પાણીમાં ગરમીથી રાહત મેળવવા લોકો કુદરતી સ્વીમીંગ પુલ મહીસાગર

તરફ વળી મજા મણી રહયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: