નડિયાદના કંજોડામા દિકરીને દવા કેમ ખવડાવતા નથી કહી પુત્રવધુને મારમારતા ફરીયાદ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ તાલુકાના કંજોડામા પુત્રવધુને તારી દિકરીને દવા કેમ ખવડાવતા નથી કહી સસરાએ હાથ પર ધારીયાનુ પુઠ્ઠુ માર્યુ અને સાસુએ વાળ પકડી મારમાર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી છે.
નડિયાદના કંજોડા પ્રાથમિક શાળા પાસે રહેતા હંસાબેન તળપદા પરિવાર સાથે રહે છે. શનિવારે સવારે પરિણીતાના સસરા કિરણભાઇ અને સાસુ કપિલાબેન પરિણીતાની દિકરી ની દવા લઇ આવ્યા હતા . સસરાએ પુત્રવધુને કહ્યું હતુ કે તારી દિકરીને દવા કેમ ખવડાવતા નથી કહી અપશબ્દો બોલ્યા હતા. જેથી પુત્રવધુએ સસરાને અપશબ્દો બોલવાની ના પાડતા ધારીયા ના પુઠ્ઠા નો ભાગ હાથે માર્યો હતો. ત્યારે સાસુ કપિલાબેન આવી પુત્રવધુના વાળ પકડી મારમાર્યો હતો. અને સાસુ-સસરાએ પુત્રવધુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પુત્રવધુની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે સસરા કિરણભાઇ અને સાસુ કપીલાબેન કિરણભાઇ તળપદા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

