નડિયાદના નાનાવગા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ


નડિયાદના નાનાવગા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ નાનાવગા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું કન્યાપક્ષ પાસેથી રૂપિયા ૧ ટોકન લગ્ન ખર્ચ પેટે લઈ ૪૭ ચીજવસ્તુઓની દિકરીઓને ભેટ અપાઈ હતી.
સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતાં લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે. ત્યારે દિપક સર્વ જન સેવા ટ્રસ્ટ, સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૫૫ દિકરીઓના ફક્ત ૧ રૂપિયો ટોકન લગ્ન ખર્ચ માં દરેક દિકરીઓને ૪૭ ચીજવસ્તુઓની ભેટ અપાઈ છે.
દિપક સર્વ જન સેવા ટ્રસ્ટ સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા બે તબક્કામાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ નડિયાદ તાલુકાના નાનાવગા ગામે દરબારપુરા વિસ્તારમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ સમૂહલગ્નમાં ૫૫ દિકરીઓના ફક્ત રૂપિયા ૧ માં જ લગ્ન કરી આપવા આવ્યા છે. અને દરેક દિકરીઓને ૪૭ ચીજવસ્તુઓની ભેટ અપાઈ છે.
ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા, લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ બચાવવાં માટે ચૂસ્ત નિયમોની સતત મહેનતથી દિપક સર્વ જન ટ્રસ્ટ નાનાવગા ગામમાં પ્રમુખ રણજીતસિંહ સોઢા દ્વારા આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને લગ્ન પ્રસંગમાં રસોડા સેટથી લઈને જીવન જરૂરી વસ્તુઓ પણ આયોજક તરફથી આપવામાં આવી હોવાનું પ્રમુખે જણાવ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું કે ૫૫ દિકરીઓના અને આગામી ૧૦ મેના રોજ પણ આ રીતે એમ બે તબક્કામાં સમૂહ લગ્નોત્સવ યોજાવાના છે. આ પ્રસંગે સમાજના દિપકભાઈ સોઢા, ભુરાભાઈ ભોજાણી, ભરતસિંહ સોલંકી, વિનોદભાઈ રાઠોડ, પુસપેન્દ્રસિંહ ચૌહાણ, સહદેવભાઇ ચૌહાણ, કમળાબેન રણજિતભાઇ સોઢા સહિત સમાજના આગેવાનો અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
