ફતેપુરામાં બીએસએફના જવાનો અને પોલીસ દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરામાં બીએસએફના જવાનો અને પોલીસ દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો
લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટેનું ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ફતેપુરા પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતો ફતેપુરા પીએસઆઇ જી બી તડવી અને પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનથી લઈને ફતેપુરાના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં આવતા નગરના લોકો ઉત્કર્ષપૂર્વક ફ્લેગ માર્ચ જોવા માટે ઊભા રહી ગયા હતા આવનાર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે નગરના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી પાટવેલ નજીક આવેલ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરની પણ મુલાકાત બીએસએફના જવાનો અને પોલીસ દ્વારા લેવામાં આવેલ હતી