ફતેપુરા તાલુકાના પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકીને તુફાન જીપના પૈડા ફરી વળતા સ્થળ ઉપર જ મોત.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા
ફતેપુરા તાલુકાના પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકીને તુફાન જીપના પૈડા ફરી વળતા સ્થળ ઉપર જ મોત
ફતેપુરા તાલુકાના પાડલીયા ખાતે આવેલ સાઈ પ્રાઇમરિ સ્કૂલમાં સવારના શાળાએ અભ્યાસ કરવા આવેલી આઠ વર્ષીય બાળકીને શાળાના ગેટ સામે તુફાન જીપના ચાલકે અડફેટમાં લઇ મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકીને સારવાર મળે તે પહેલા સ્થળ ઉપર જ કામકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત બાદ તુફાન જીપનો ચાલક પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.
સંતરામપુર તાલુકાના ચીચાણી તેર ફળિયા ખાતે રહેતા રાહુલભાઈ લાલુભાઈ ગણાસવાની પુત્રી જાનવીબેન રાહુલભાઈ ગણાસવા ઉ.વ.8 ની બલૈયા ક્રોસિંગ પાડલીયા ખાતે આવેલ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી હતી.જે રોજની જેમ આજ રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં શાળામાં અભ્યાસ અર્થે આવેલ હતી. અને ઇક્કો ગાડી માંથી ઉતરી શાળાના ગેટની સામે બલૈયા ક્રોસિંગથી ફતેપુરા જતા જાહેર માર્ગની સાઈડમાં શાળાના ગેટ પાસે ઊભેલી હતી.તેવા સમયે તુફાન ગાડી નંબર જીજે-17 સીઇ-0102 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઇડમાં ઉભેલી જાનવીને અડફેટમાં લઈ અકસ્માત કરતાં જાનવીને મોઢાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.જેમાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે તુફાન જીભનો ચાલક અકસ્માત બાદ પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપર છોડી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.પરિવારની લાડકી બાળકીનું અકસ્માતે અકસ્મિક મોત નીપજતા પરિવાર માં રોકકળ સાથે સગા સ્નેહીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.