બંધ મકાનમાં કબાટ ચાવીથી ખોલી તેમાં મુકેલા દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ

માતર પાસેના રતનપુર ગામે બંધ મકાનમાં લાકડાનું કબાટ ચાવી દ્વારા ખોલી રૂપિયા ૧.૯૨ લાખની કિંમતના સોના-ચાદીના દાગીનાની ચરી કરી તસ્કરો ફરાર થયા છે. બનાવની જાણ મહિલાને થતાં તેમણે ગતરોજ આ મામલે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
માતર તાલુકાના રતનપુર ગામે મુખીચોક વિસ્તારમાં રહેતા અજીઝનબાનુ ઈમ્તિયાઝખાન પઠાણ તેમના પતિ ઈમ્તિયાઝખાન તાજેતરમાં અવસાન થયા હતા. અજીઝનબાનુ સાડા ચાર મહિના કરવા ઉપરોક્ત મુખીચોક ખાતેનું મકાન બંધ કરીને તેઓ પોતાની જેઠાણીના ઘરે રહેવા ગયા હતા. ૧ એપ્રિલથી ૧૪ એપ્રિલની વચ્ચે તેમના મકાનમાં લાકડાનું કબાટ ચાવી દ્વારા ખોલી તેમાં મૂકેલા જૂનવાણી સોના-ચાદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. રૂપિયા ૧ લાખ ૯૨ હજાર ૫૦૦ની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. ૧૪ એપ્રિલે ઘરે આવેલા અજીઝનબાનુ ને આ બનાવની જાણ થઈ હતી. જોકે મકાનનું કોઈ લોક કે બોકારૂ પાડેલ નહોતું. આથી ગઇકાલે અજીઝનબાનુ પઠાણે આ મામલે માતર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
