લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ નામાકન પત્ર ભરીયુ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ વિજય સંકલ્પ સાથે સમર્થન રેલી કાઢી હતી. ત્યારબાદ વિજય મૂહુર્તમાં નામાકંન પત્ર ભરીયુ હતું.
ગુરૂવારના રોજ ખેડા લોકસભા ના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ પહેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહજી ગોહિલ ઉપસ્થિત રહી તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. નામાણકણપત્ર ભરતા પહેલા નડિયાદ શહેર ખાતે પારસ સર્કલ થી બાલ્કનજી બારી સુધી સમર્થન રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. જે બાદ ઉમેદવાર ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું.