ફતેપુરા માં ચૂંટણી પ્રચાર અર્થે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં ચૂંટણી પ્રચાર અર્થે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ભુરી બા પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભાને સંબોધન કરશે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેર સભા ને સંબોધન કરવા માટે પધારવાના હોય કાર્યકર્તાઓમાં અને પ્રજાજનોમાં અનેરો આનંદ જોવા મળી રહેલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 20 4 2024 ને શનિવારના રોજ સવારના 9:00 કલાકે ભુરી બા પાર્ટી પ્લોટ ખાતે જાહેરસભા ને સંબોધન કરવાના હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા તાડમાંર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ આમલીયાર મહામંત્રી નરેન્દ્રભાઈ સોની સ્થળની મુલાકાત લીધેલી હતી