છેલ્લા દિવસે ૧૭- ખેડા લોકસભા બેઠક માટે ૭ ઉમેદવારો દ્વારા કુલ ૯ ફોર્મ ભરવામાં આવ્યા

નરેશ ગનવાણી નડિયાદ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૭ – ખેડા લોકસભા બેઠક માટે તા. ૭મી મે ૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. ૧૯ એપ્રિલ ૨૦૨૪ ને શુક્રવારના રોજ ખેડા લોકસભા બેઠક પર ૭ ઉમેદવારો દ્વારા કુલ ૯ ફોર્મ ભરવામાં આવ્યા છે. ૧૭- ખેડા લોકસભા બેઠક પરથી તા. ૧૯- એપ્રિલ ૨૦૨૪ના રોજ ચંદ્રશેખરસિંહ ડાભી દ્વારા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ૨ ફોર્મ,  કાદરી મોહંમદ સાબીરે ભારતીય જનનાયક પાર્ટીમાંથી ૨ ફોર્મ,  દશરથભાઈ હરજીવનભાઈ કાંટિયાએ ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી,  દેવુસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાંથી,  કાળાભાઈ ડાભીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, ભાઈલાલભાઈ પાંડવે બહુજન સમાજ પાર્ટીમાંથી અને સંજયકુમાર પર્વતસિંહ સોઢા દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું હતું.  આમ તા. ૧૬ થી તા. ૧૯  એપ્રિલ ૨૦૨૪ સુધી ૧૭- ખેડા લોકસભા બેઠક માટે કુલ ૧૪ ઉમેદવારો દ્વારા કુલ ૨૫ ફોર્મ ભરવામાં આવ્યા છે. વધુમાં તા. ૨૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૪ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: