નવજાત શિશુને ૧૦૮ ની ટીમે સતર્કતા દાખવી બાળકનો જીવ બચાવ્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા નવજાત શીશુને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેને સારવાર આપ્યા બાદ તેને વધુ સારવારની જરૂર હોવાથી અને તેની સ્થિતી નાજુક હોવાથી તેને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવતાં ૧૦૮ માં અમદાવાદ લઇ જતી વખતે રસ્તામાં ઇ ટી ટ્યુબ નીકળી જતાં ૧૦૮ ની ટીમે સતર્કતા દાખવી બાળકનો જીવ બચાવ્યો હતો. શ્વાસની તકલીફથી પીડાઇ રહેલા એક નવજાત શિશુને અત્યંત નાજુક હાલતમાં નડિયાદ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેના મોંમા ઇ ટી ટ્યુબ નાખી ૧૦૮ એમ્બ્યુલન્સના પેરામેડિક એવા રણજીતસિંહ ગોહેલ અને પાયલોટ ગોપાલભાઈ દ્વારા બાળકને અમદાવાદ સિવિલ ડિસ્ટન્સ બી વી સાથે ઓક્સિજન સાથે લઇ જવામાં આવી રહ્યું હતું. ત્યારે રસ્તામાં બાળકના મોંમાથી ઇ ટી ટ્યુબ નીકળી જતાં બાળકની તબિયત લથડી હતી. જેથી તુરંત જ ૧૦૮ ની ટીમે સમયસૂચકતા વાપરી તબીબોના માર્ગદર્શન સાથે ઇ ટી ટ્યુબ નાખવામાં આવી હતી અને બી વી એમ સાથે ઓક્સિજનથી ઇમરજન્સીમાં અમદાવાદ સિવિલ પહોંચાડવામાં આવ્યું હતું. હાલમાં બાળક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
