જેસાવાડા પોલીસે આંબલી ખજુરીયા ગામે રહેણાંક મકાનમાંથી રૂપિયા ૩૩,૧૨૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
વનરાજ ભુરીયા, ગરબાડા
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. પી. ભંડારી ની સુચના હેઠળ પ્રોહી/જુગારના નેસ્ત નાબુદ કરવા પ્રોહી/જુગારના ગુન્હાઓ શોધી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ જે અનુસંધાને જેસાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એમ. રામી તથા એ.એસ.આઇ સિરાજ શેખ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.રામી ને બાતમી મળેલ જે બાતમી આધારે આંબલી ખજુરીયા ગામે મીનામા ફળીયામાંથી આરોપી વિક્રમભાઈ રમણભાઈ મીનામા ના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બીયરની બોટલો નંગ-૨૭૬ની કુલ કિ.રૂા.૩૩,૧૨૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.