નડિયાદમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ નું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ જે એન્ડ જે સાયન્સ કોલેજમાં ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત ત્રીજા વર્ષ(ટીવાય) ના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૮૦ વિદ્યાર્થીઓએ ૮૦ કલાકના આ ક્લાસીસ નો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને કેસીજી દ્વારા આયોજિત આ ક્લાસ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા બાદ વિવિધ સંસ્થાઓ તેમ જ કંપનીઓમાં જોબ મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય ત્યારે આ કોર્સ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ ઇન્ટરવ્યૂ આપવા માટે સુસજજ કરવામાં આવે છે. આ ક્લાસના આયોજનમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એ એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ કોર્ડીનેટર ભાવિનભાઈ પટેલ તેમજ અન્ય ટીચિંગ તથા નોન ટીચિંગ સભ્યોનો આ આયોજન માં સંપૂર્ણ સહકાર મળ્યો હતો.