ધાનપુર પોલીસે બે જગ્યાએથી રેઇડ કરી રૂપિયા ૭૩,૨૬૦ નો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં ઉપયોગ લીધેલ મો.સા. તથા કાર મળી કુલ ૭,૭૩,૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો.

રિપોર્ટર :વનરાજ ભુરીયા, ગરબાડા

ધાનપુર પોલીસનું દે ધના ધન…એક દિવસમાં બે જગ્યાએ રેઇડ કરી વિદેશી દારૂ ઉપરાંત ૭,૭૩,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ધાનપુર પોલીસ મથકના પો.સ.ઇ. એન.એન પરમાર તથા પોલીસ મથકના સ્ટાફ સાથે પ્રોહી તથા જુગાર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે ગાહેલવાગા ગામે ચોકડી પરથી મો.સા. પર હેરાફેરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર મળી કુલ બોટલ નંગ-૨૨૬ ની કુલ કિ.રૂ.૩૦,૦૬૦/- નો પ્રોહી મુદામાલ તથા પ્રોહીબીશન હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મો.સા.ની કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૬૫,૦૬૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

 તથા પ્રોહિનો બીજો બનાવ ધાનપુરના ખડદા ગામે બનવા પામ્યો હતો ધાનપુર પોલીસ મથકના પોલીસ  સબ ઇન્સ્પેક્ટર એન. એન. પરમાર તથા  ધાનપુર પોલીસનો સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દરમ્યાન મળેલ ચોક્કસ ખાનગી બાતમી હકીકત આધારે ખડદા ગામે ભુરીયા ફળીયામાંથી મહિન્દ્રા XUV ગાડીમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ટીન બીયર મળી કુલ બોટલ નંગ.૩૬૦ ની કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- નો પ્રોહી મુદામાલ તથા પ્રોહીબીશન હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મહિન્દ્રાXUV ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૭,૪૩,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: