કઠલાલ તાલુકામા પોષડોડાનો ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરતો ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે કઠલાલ તાલુકાના રતનપુર ગામે રહેતા પ્રભાતસિંહ મોહનભાઈ સોઢા પરમાર જે પોતાના ઘરમા પોષડોડાનો ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે. પોલીસે ઉપરોકત જગ્યાએ રેડ કરી મુદામાલ સાથે એક સકસ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા ને માહિતી મળેલ કે કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પ્રભાતસિંહ મોહનભાઇ સોઢા પરમાર રહે. દીપકનગર, મુડેલ રતનપુર, તા. કઠલાલ, પોતાના માલિકીના કબજા ભોગવટાના ઘરમા ગેરકાયેદસર રીતે પોષડોડા રાખે છે અને ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે. જે માહિતીના આધારે જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી એક કાળા કલરની મીણીયાની મોટી કોથળી જેમાં પોષડોડાનો ભુકાનો જથ્થો મળી આવેલ જેનું વજન પાંચ કિલોગ્રામ જેની કિં.રૂ. ૧૫ હજાર તથા આરોપીની અંગઝડતી માંથી મળી આવેલ એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ મળી કિં.રૂ. ૨૦ હજાર ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ તેના વિરૂધ્ધમાં ગુનો નોંધી કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.