શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ વિદ્યાલયમાં આજરોજ શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજના હસ્તે શ્રી હનુમાનજી મહારાજ ની મૂર્તિ નો અભિષેક કરી સમૂહમાં સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા. હનુમાન ચાલીસા તથા આરતી કરી સૌએ ધન્યતા અનુભવી. સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજે સૌને શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવની વધાઈ આપી શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.