દાહોદ પ્રાંત કચેરી દ્વારા માસ્ક વીના ફરતા ૧૮૮૨ વ્યક્તિને રૂ. બે લાખનો દંડ
સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં, માસ્ક વીના ફરતા નાગરિકોને દંડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દાહોદ પ્રાંત કચેરી દ્વારા તેના હેઠળ આવતા તાલુકામાં કુલ ૧૮૮૨ નાગરિકોને માસ્ક ન પહેરવા બદલ રૂ. બે લાખનો દંડ ફટકાર્યો છે.
પ્રાંત અધિકારી શ્રી ગણાસવાએ જણાવ્યું કે, ગત્ત તારીખ ૫ સુધીમાં દાહોદ મામલતદાર કચેરી દ્વારા ૪૮૧ વ્યક્તિને રૂ. ૬૧૯૦૦, દાહોદ નગરપાલિકા દ્વારા ૯૯૮ વ્યક્તિને રૂ. ૧૦૦૮૦૦ અને ગરબાડા મામલતદાર કચેરી દ્વારા ૪૦૩ વ્યક્તિને રૂ. ૩૭૩૮૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
#Sindhuuday Dahod