લીમડી નગરમાં બંધ મકાનમાં 157000 ના મુદ્દામાલની ચોરી.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
લીમડી નગરમાં બંધ મકાનમાં 157000 ના મુદ્દામાલની ચોરી
લીમડી નગરના કારઠ રોડ પર દરજીકામ કરતા ચંદ્રકાંત દરજી પોતાના અંગત કામ અર્થે ઘરે તાળું મારી બહાર ગયેલ હતા. તેઓ કામ પતાવી લીમડી પાછા આવતા તેમના ઘરે મુખ્ય દરવાજા પર મારેલું તાળું તૂટેલું જણાયું હતું.ઘરની અંદર જતા તિજોરી અને કબાટની અંદર મુકેલ સમાન વેરવિખેર પડેલ હતો. તેથી ચંદ્રકાંતભાઈ ને ચોરી થયાની શંકા જતા ઘરમા મુકેલ કીમતી સામાન અને રોકડ જોતા તે પણ ચોરાઈ ગયેલ હતી. ઘરમાં મુકેલ સોનાચાંદીની કુલ રકમ 87000 , રોકડા 70000 હજાર થઈ કુલ 157000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયેલ હતો. આજુબાજુના સીસીટીવી જોતા કોઈ ચોક્કસ બાતમી મળી આવેલ ન હોવાથી ચંદ્રકાંતભાઇ દ્વારા લીમડી પોલીસ સ્ટેશન ખાતે જઈ પોલીસ ફરિયાદ કરેલ છે.