હનુમાનજી મંદિરમાં દાદાને આધુનિક રમત ગમતના સાધનોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં આવેલું નવા બસ્ટેન્ડ પાસે ૧૪૦ વર્ષ જૂનું શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને આધુનિક રમત ગમતના સાધનોથી અનોખા દિવ્ય શણગાર કરવામાં આવ્યા. તેમજ દાદાને જલેબી નો ભોગ લગાવવામાં આવ્યો. સવારે ૬:૩૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી. જેમાં જૂની રમતો જેવી કે ભમરડા, લખોટી, છાપો, ગોચંડી, ગીલ્લી ડંડા, સોપટા બાજી,કોડીયો, સાપસીડી,પથ્થર, સાતોડિયુ માલદાડી નો બોલ ઉપરાંત દાદા ને ક્રિકેટ ની કીટ, બેટ- બોલ, સ્ટમ્પ, હોકી, ચેસ,બાસ્કેટબોલ ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, કેરમ બોર્ડ, ના શણગાર કરવામાં આવ્યા. દાદાને એક નંબરની ટીશર્ટ હનુમાન દાદા લખેલી પહેરાવવામાં આવી અને સાથે ટોપી પણ પહેરાવી દાદા ને રમતવીર બનાવ્યા. આ પ્રસંગે દાદાને મલિન્દો જમાડવા માટે હવન કરવામાં આવ્યો. અને રામધૂન કરવામાં આવી. આ મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે.
