ફતેપુરા પ્રિન્સિપલ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પ્રિન્સિપલ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ શ્રી જે જે ગઢવી ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ તારીખ 30 4 2024 ના રોજ અત્રેની કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે ઇ સેવા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા ઈ સેવા કેન્દ્રનું વર્ચુલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અત્રેની કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ શ્રી જે જે ગઢવી તથા સ્ટેનો એમ એલ પરમાર તથા નાઝર જે.સી.પટેલ તથા સરકારી વકીલ એન.એમ.કટારા તથા ફતેપુરા બારના એસોસિએશન પ્રમુખ પી.એમ.કલાલ, ઉપ પ્રમુખ એલ.જી.નિનામાં,તથા તમામ એડવોકેટ મિત્રો અને કોર્ટના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.