લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખેડા જિલ્લામાં કુલ ૮૭૮૨ મતદારોનો વધારો નોંધાયો

નરેશ ગનવાણી નડિયાદ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ખેડા જિલ્લામાં તા. ૧ એપ્રિલ ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૮૭૮૨ મતદારોનો વધારો નોંધાયો છે. હાલ તા.૧ એપ્રિલ ૨૦૨૪ની સ્થિતિએ ખેડા જિલ્લામાં કુલ ૮ લાખ ૨૦ હજાર ૮૨૬ પુરુષ મતદારો, કુલ ૭ લાખ,૯૬ હજાર ૧૧૬ જ્યારે મહિલા મતદારો, કુલ ૯૩ અન્ય મતદારો એમ કુલ ૧૬ લાખ,૧૭ હજાર,૩૫ મતદારો છે.
નવા મતદોરોનો ઉમેરો થતા જિલ્લામાં ૧૮-૧૯ વયજૂથમાં કુલ ૩૯ હજાર,૭૭૪ યુવા મતદારો, ૨૦-૨૯ની વયજૂથમાં કુલ ૩ લાખ,૫૭,૬૦૩ મતદારો, ૩૦-૩૯ વયજૂથમાં કુલ ૩,૫૭,૨૦૬ મતદારો, ૪૦-૪૯ની વયજૂથમાં કુલ ૩ લાખ ૨૮હજાર ૫૪૩ મતદારો, ૫૦-૫૯ વયજૂથમાં કુલ ૨ લાખ ૫૫ હજાર ૯૫૦ મતદારો, ૬૦-૬૯ની વયજૂથમાં કુલ ૧ લાખ૭૧ હજાર ૯૮૫ મતદારો, ૭૦-૭૯ની વયજૂથમાં કુલ ૮૪ હજાર ૬૫૦ મતદારો અને ૮૦થી વધુના વયજૂથમાં કુલ ૩૧ હજાર,૩૨૪ મતદારો નોંધાયા છે. જેમાં વિધાનસભા બેઠક દીઠ ૧૧૫-માતર વિધાનસભા બેઠક પર કુલ ૨,૫૩,૩૧૨ મતદારો, ૧૧૬-નડિયાદ બેઠક પર કુલ ૨,૭૫,૫૮ મતદારો, ૧૧૭-મહેમદાવાદ બેઠક પર કુલ ૨,૫૫,૪૨૧ મતદારો, ૧૧૮-મહુધા બેઠક પર કુલ ૨,૫૫,૯૫૭ મતદારો, ૧૧૯-ઠાસરા બેઠક પર કુલ ૨,૭૩,૮૯૧ મતદારો અને ૧૨૦-કપડવંજ બેઠક કુલ પર ૩,૩,૩૯૬ મતદારો નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: