ઝાલોદ નગરમાં મહિલા બાળ વિભાગ આંગણવાડી બહેનો ,તેડાગર બહેનો ,તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાઈ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં મહિલા બાળ વિભાગ આંગણવાડી બહેનો ,તેડાગર બહેનો ,તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાઈ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ એ હાજર રહી મતદાન વધુમાં વધુ થાય તે માટેના પ્રયાસો કરવા પ્રતિજ્ઞા લીધી
ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોની સહ ભાગીદારી વઘે તે માટે રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત લેવલે અનેક પ્રોગ્રામો આખા દેશમાં થઈ રહેલ છે. ઝાલોદ નગરમાં નાયબ ચુંટણી અધીક્ષકના નેજાં હેઠળ મતદાન કરવા અને કરાવવા માટે અનેક પ્રોગ્રામ કરવામાં આવી રહેલ છે. તારીખ 07-05-2024 મંગળવારના રોજ આખા ગુજરાતમાં લોકસભા અન્વયે મતદાન યોજવાનું છે. મતદાન કરવું આપણાં સૌની નૈતિક જવાબદારી છે દેશ ભરમાં લોકસભાની ચૂંટણી સમા ઉજવાનાર રાષ્ટ્રીય ઉત્સવમાં સહુ કોઈ સહભાગી થાય તેમજ રાષ્ટ્ની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં સૌ કોઈ નો અમૂલ્ય ફાળો હોય તેમજ દેશભરમાં ચુંટણી લડતા રાજકીય પક્ષો માથી કે અપક્ષ તરીકે લડનાર કોઈ પણ ઉમેદવારને દેશના નાગરિકો રાષ્ટ્રને મજબૂત બનાવવા અચૂક મતદાન કરે તેવા પ્રયાસો ચુંટણી પંચ કરી રહેલ છે જેથી સાચી લોકશાહી થકી દેશમાં સારી વ્યવસ્થા ગોઠવાય. ઝાલોદ નગરના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડી અને તેડાગર બહેનોને સાથે રાખી એક રેલી નગરમાં યોજવામાં આવી હતી. આ રેલીમાં દરેક બહેનોના હાથમાં મતદાન અંગે જાગૃત કરતા પોસ્ટર બેનર લઈ નગરમાં રેલી યોજી હતી. આ રેલીમાં બહેનો મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કરતી જોવા મળી હતી. બહેનોની આ રેલી નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં મોટા પ્રમાણમાં બહેનો ઉપસ્થિત રહેલ હતી. મતદાન વધુમાં વધુ થાય તે માટે પ્રયાસો કરવા તેમજ અચૂક મતદાન કરાવવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીએ પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ રેલી મહિલા બાળ વિકાસ વિભાગ આંગણવાડી કાર્યકર તથા હેલ્પર તેડાગર બહેનો ,તાલુકા પંચાયત , મામલતદાર કચેરી ,પ્રાંત કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.