ઝાલોદ તાલુકાના પેથાપુર મુકામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના પેથાપુર મુકામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું : ભક્તિના માહોલમાં રંગાયા ગ્રામજનો ઝાલોદના પેથાપુરમાં 10થી 16મી મેં સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ઝાલોદના પેથાપુર ગામમાં સમસ્ત પેથાપુર ગ્રામવાસી તરફથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન પેથાપુર ખાતે તારીખ તારીખ 10 મેં થી 16 મેં 2024 સુધી 7 દિવસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે આ કથા વાચક શ્રી વિષ્ણુ સ્વામીજી મહારાજ દ્વારા સંગીતમય રીતે ભાગવતનું પઠનનો લ્હાવો લેવા તમામ દાહોદ જિલ્લા તેમજ આસપાસના રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના ભક્તજનો લે તે માટે પેથાપુર ગામના ભક્તજનો ભાગવત સપ્તાહનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેમજ આ કથાનું લાઈવ પ્રસારણ youtube પર લાઈવ પણ નિહાળી શકાશે તેમજ કથા સ્થળે પ્રસાદીનું આયોજન કથા પૂર્ણ થયે સાંજે રાખવામાં આવેલ છે કથા સ્થળ લીમડીથી 10 કિલોમીટરના અંતરે આવેલ છે. પેથાપુરમા રહેતા દરેક ગ્રામજનો ભક્તિના રંગમાં રંગાયેલ જોવા મળે છે. આ કથામાં સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલ તમામ લોકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેનાર લોકો મોટા પ્રમાણમાં જોડાઈ કથાનું રસપાન કરે તેમજ ધાર્મિક પ્રોગ્રામમા વધુમાં વધુ લોકો ભાગ લે તેવું આમંત્રણ પેથાપુરના ગ્રામજનો આપી રહેલ છે.

