ઝાલોદ તાલુકાના રાયપુરા ગામમાં વાઘધારા સંસ્થા – કાર્યાલય કુપડા દ્વારા વિશ્વ મજુર દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના રાયપુરા ગામમાં વાઘધારા સંસ્થા – કાર્યાલય કુપડા દ્વારા વિશ્વ મજુર દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

મજૂર દિવસ નો ઉદેશ્ય અને કાનુન ” આજ રોજ તારીખ ૧ મે 2024 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાયપુરા ગામમાં વાઘધારા સંસ્થા – કાર્યાલય કુપડા , દ્વારા વિશ્વ મજુર દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું , વાગધારા સંસ્થા દ્વારા છેલ્લા સાત વર્ષથી દાહોદ જિલ્લાના ઝાલોદ અને ફતેપુરા તાલુકામાં જ્યાં વગધારા સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે, તે ગામોમાં દર વર્ષે ૧ મે રોજ વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ જ પ્રમાણે આજે વાગધારા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના રાયપુરા ગામમાં વિશ્વ મજૂર દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વાગધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી જેમકે મેડિકલ હેલ્થ યુનિટી ,ધન્વંતરી આરોગ્ય રથ ,આરોગ્ય સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોડી યોજના, શિક્ષણ સહાય યોજના ,પીએચડીના અભ્યાસક્રમ માટેની યોજના ,આકસ્મિક મૃત્યુ સહાય યોજના ,અંતેષ્ઠી સહાય યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના , દિવ્યાંગ શ્રમિકો માટે ઈલેક્ટ્રીક ત્રિ ચક્કી વાહન યોજના ,ગ્રામીણ પરિવહન યોજના ,શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસીડી યોજના ,વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય યોજના, પીએમજેજે બીવાય યોજના, સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ યોજના ,સંપૂર્ણ તબીબી તપાસ યોજનાઓની જાણકારી વિસ્તારપૂર્વક આપવામાં આવી. આ યોજનાનો લાભ લેવા માટે દાહોદ જિલ્લામાં સામાજિક સુરક્ષા એકમ વિભાગમાં ચલાવવામાં આવતી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બનાવવામાં આવતું શ્રમયોગી કાર્ડ માટે આવશ્યક દસ્તાવેજોની જાણકારી વિસ્તારપૂર્વક જણાવવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગધારા સંસ્થાના ટીમ લીટર રોહિતકુમાર જૈન, મંજરી મેડમ, સવાભાઈ ડામોર, મહેશભાઈ કામોડ, દલસીગભાઈ ગરાસિયા ,રાયપુરા ગામના રવિન્દ્રભાઇ ડામોર, રસિકભાઈ ડામોર, શાંતિલાલ ડામોર, આદી જનપ્રતિનિધિઓ એ મહત્વનો ભાગ ભજવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: