ગટરના પ્રશ્નનનુ નિરાકરણ ન આવતા રહીશો દ્વારા મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો
નરેશ ગનવાણી નડિયાદ


નડિયાદના ડભાણ રોડ કલેકટર કચેરીની સામે આવેલ ત્રણ સોસાયટીના ગટરના પ્રશ્નનું છેલ્લા દોઢ વર્ષથી નિરાકરણ ન આવતા ત્રણેય સોસાયટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કારના બોર્ડ લાગાવી મતદાન અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જિલ્લા વહીવટી તંત્રથી માંડીને રાજકીય લોકોને રજૂઆતો કરી છે પણ આજ દિન સુધી આ પ્રશ્નનુ નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોએ આ પગલું ભર્યું છે.
સ્થાનિક રહીશ અને સોસાયટીના સભ્ય પંકજભાઈ ભાવસારે કહ્યું કે આ ત્રણ સોસાયટીનો મુખ્ય રોડ છે. આ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટરના પાણી ઉભરાવાનો પ્રશ્ન થયો છે. ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. ગત વિધાનસભાની ચૂંટણી સમયે કલેક્ટર સહિત કક્ષાએ રજૂઆત કરત કરી હતી. તે સમયે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા કલેક્ટર કક્ષાએથી જે તે સમયે નિકાલ લાવવાની અને તાલુકા વિકાસ અધિકારીએ તુરંત સ્થળ પર વિઝીટ લઈ નજીકના સમયમાં આ પ્રશ્નનો નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું હતું. અને તેમણે જણાવ્યું હતું કે જે તે સમયે આ સમસ્યાનો ટેમ્પરરી સમાધાન થયું હતું. પરંતુ કાયમી ઉકેલ ન આવતા આ ત્રણેય સોસાયટીના રહીશોએ ચૂંટણી મતદાન બહિષ્કાર કરવાની ફરજ પડી છે. આ બાબતે અગાઉ યોગીનગર ગ્રામ પંચાયતમાં પણ રજૂઆતો કરી હતી હાલ રોડ બનાવતા પહેલા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ અમારી છે.
