ઝાલોદ પોલીસ એક્શન મોડમા : સતત ત્રીજા દિવસે સપાટો બોલાવી બોલરો ગાડીમા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલીસ એક્શન મોડમા : સતત ત્રીજા દિવસે સપાટો બોલાવી બોલરો ગાડીમા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ઝાલોદ પોલીસ હાલ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો પર સતત વોચ રાખી રહેલ છે. ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલે સતત ત્રીજા દિવસે પેટ્રોલીંગ કરી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. ડી.વાય.એસ.પી પટેલને બાતમી મળેલ હતી કે રાજસ્થાનના મોનાડુંગર ખાતે થી એક બોલરો ગાડી GJ-17-CE-2317 લઈ નાની ઢઢેલી, ફતેપુરાનો માનસીંગ ભૂરા કામોળ લઈને આવી રહેલ છે.
ગરાડું મુકામે કજેરી ફળિયામાં રોડની સાઈડમાં છુપાઈ બાતમી વાળા વાહન પર વોચ રાખી રહેલ હતા તેવામાં બાતમી વાળું વાહન આવતા પોલીસ દ્વારા રોકવાનો ઈસારો કરાતા ગાડીના ચાલક દ્વારા ગાડી વળાવી નાસી જવાની કોશિશ કરવામાં આવતા પોલીસ દ્વારા કોર્ડન કરી વાહન સાથે ચાલકની અટકાયત કરાઈ હતી. ગાડીમાં બેસેલ અન્ય એક ઈસમ અમિત મૂકેશ કામોળ નાની ઢઢેલી, ફતેપુરાની પણ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા બોલરો ગાડીની તલાસી લેતા આ ગાડી માથી ઈંગલિસ દારૂની 10 પેટી જેમાં અંદાજીત 383 દારૂની બોટલ જેની અંદાજિત કિંમત 42970 તેમજ બોલરો ગાડીની કિંમત 300000 થઈ કુલ 342970 ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી દ્વારા સતત ત્રીજા દિવસે વિદેશી દારૂ ઝડપી પાડેલ છે તે જોતાં નગરજનોમાં ચર્ચા થઈ રહેલ છે ઝાલોદ પોલીસ હાલ આળશ છોડી એક્શન મોડમાં જોવાઈ રહેલ છે. આ નગર બોર્ડર પર આવેલ હોવાથી વિદેશી દારૂની હેરાફેરી વધુ થાય છે જો પોલીસ વધુ સતર્ક બને તો ચોક્કસ વિદેશી દારૂ લાવતા બુટલેગરો પર અંકુશ મૂકી શકાય છે. હાલતો ડી.વાય.એસ.પી એક્શન મોડમા હોવાથી આગામી દિવસોમાં હજુ મોટા દારૂનો જથ્થો ઝડપાઈ શકે છે.