દાહોદ શહેર ના આત્માનંદ સોસાયટી ખાતે સિંધી સમાજ મતદાતા જાગૃતિ સમેલન યોજાયો.
સિંધુ ઉદય
દાહોદ શહેર ના આત્માનંદ સોસાયટી ખાતે સિંધી સમાજ દ્વારા મતદાતા જાગૃતિ સમેલન યોજાયો ગત રોજ તારીખ 3 / 5 / 2024 શુક્રવારના રોજ આત્માનંદ સોસાયટી લક્ષ્મી પાસે દાહોદ શહેર સિંધી સમાજ દ્વારા મતદાન જાગૃતિ સંમેલન યોજાયું હતું જેમાં સિંધી સમાજના અગ્રણીઓ તથા સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં દાહોદ વિધાનસભા ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને સિંધી પંચાયતના પ્રમુખ ગુલશનભાઈ બચાણી લાડ લોહાણા સિંધી સમાજના પ્રમુખ ભગવાનદાસ વરેલાણી કન્યલાલ જેઠાણી કાઉન્સિલર રાજેશ સહેતાઈ તુલસી જેઠવાણી તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સિંધી સમાજના લોકો સો ટકા મતદાન થાય તે માટે સમજણ આપવામાં આવી હતી.આ સંમેલન માં મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતાં.

