દાહોદ શહેરમાં ગોવિંદ નગર વિસ્તાર ખાતે હડકવાઈ ગાયનો આતંક : ફાયર સ્ટેશન તેમજ ગૌરક્ષકો ની ટીમની ભારે જહેમત બાદ આ ગાયને કબજે લેવાઈ

અનવર ખાન / પઠાણ ધ્રુવ ગોસ્વામી

દાહોદ તા.10

દાહોદ શહેરના હાર્દ સમા ગોવિંદ નગર વિસ્તારમાં આજરોજ સવારના સમયમાં એક ગાયને હડકાવો ઉપડયો હતો.જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.ભુરાંટી થયેલી ગાયે પ્રથમ ગોવિંદનગર ચોક ત્યારબાદ આમ્રપાલી સોસાયટી તેમજ વ્રજધામ સોસાયટીમાં ભારે તોફાન મચાવતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી જેના લીધે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.હડકાયેલી ગાયે એક મકાનનો દરવાજો તેમજ ગોવિંદનગર વિસ્તારમાં આવેલી દુકાનોના બહાર પડેલા સરસામાનને પણ નુકશાન પહોચાડ્યું હતું.જોકે સ્થાનિક લોકોએ આ બાબતની જાણ ગૌરક્ષકો,પશુ ચિકિત્સક પોલીસ તંત્ર સહીત ફાયર સ્ટેશને કરતા હાડકાયેલી ગાયને ઝડપી પાડવા ઉપરોક્ત ટીમો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી ગાયને પકડવામાં જોતરાઈ હતી.જોકે વિફરેલી ગાયે અતિભારે તોફાન મચાવી ઉપરોક્ત ટીમોને હંફાવી દીધી હતી એક સમયે ફાયરની ટીમે ગાય પર
વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવતા ભારે જહેમત બાદ ગાયને ઝડપી ઇન્જેક્શન વડે બેભાન કરી સારવાર અર્થે પશુ દવાખાનામાં ખસેડવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલા પણ જોગાનુજોગ આ જ ગોવિંદનગર વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી દીપડો આવી ચઢતા દોડધામના દ્રશ્યો સહીત અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો અને દીપડાને પણ ભારે જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો.આમ આજરોજ હાડકાયેલી ગાયના મચાવેલા તોફાને દીપડાની યાદ તાજા કરાવી દીધી હતી

હાડકાયેલી ગાય આગામી બે-ત્રણ દિવસમાં મૃત્યુ પામશે પશુ ચિકિત્સક:- એમ.જે.મહેતા

આજરોજ સવારે ગોવિંદનગર વિસ્તારમાં ગાયને હડકવો ઉપડતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગાયને બેભાન કરી સારવાર માટે લઈને આવ્યા છે.પરંતુ હાડકાયેલી ગાય સામાન્યત બે થી ત્રણ દિવસમાં મૃત્યુ પામે છે. જ્યારે હાલ આ હાડકાયેલી ગાયને સારવાર આપી ઝાડ સાથે બાંધી છે. પણ આગામી બે ત્રણ દિવસમાં હડકવાના કારણે આ ગાયનું મૃત્યુ થઇ જશે તેમ પશુ ચિકિત્સકે જણાવ્યું હતું.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: