ઉમ્મહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત મેગા ફ્રી પ્રિ હજ ફિટનેસ પ્રોગ્રામ નો આયોજન રાખવામાં આવ્યુંઉમર ફાઉન્ડેશન કાર્યાલય, દાહોદ મુકામે કરવામાં RC આવ્યુ હતુ.
જયેશ કતવારા
ઉમ્મહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત મેગા ફ્રી પ્રિ હજ ફિટનેસ પ્રોગ્રામ નો આયોજન રાખવામાં આવ્યુંઉમર ફાઉન્ડેશન કાર્યાલય, દાહોદ મુકામે કરવામાં RC આવ્યુ હતુ.
જેમા ૪૦ થી વધુ હાજીઓ એ ભાગ લીધો હતો. હજ દરમ્યાન પડતી શારીરિક તકલીફો અને અડચણો અને હાજીઓ ની કાર્યક્ષમતા વધારવા ના હેતુ થી અલગ અલગ સ્ટ્રેચિંગ, આઇસોટોમેટ્રીક, આઇસોટોનિક, એક્ટિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ, ચાલવા ની રીત, બ્રીથિંગ એક્સરસાઇઝ, એર્ગીનોમિકસ, ફૂટવેર મોડીફિકેશન, ડાયેટ અને વોટર મેનેજમેન્ટ જેવી બધા જ પાસા ઓ ને આવરી લઇ હાજીઓ ને માહિતગાર કર્યા હતા.ભાઇઓ માટે અહેમદાબાદ થી પધારેલ ડૉ. સોહેલ કાદરી (પ્રેસિડેન્ટ UPTA) અને ડૉ. અસ્મા વોરા(કાર્યાકારી મેમ્બર), ડૉ. તહેમિના મોમીન, સુફિયાન અજમેરી અને દાહોદ ના સિનિયર ડૉ. આસેમા મણિયાર, ડૉ. શેરબાનુ રાણાવત, ડૉ. અરવા લેનવાલા, ડૉ. ઉમમેરુમાન, ડૉ. હબીબા, ડૉ. ખદીજા દલાલ દ્વારા કરવા મા આવ્યુ હતુ.આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે UPTA ની દાહોદ ટીમ અને ઉમર ફાઉન્ડેશન ના ફારુક ભાઈ પાટુક અને ત્યા ના સીનીયર ડૉ. આમિર કાપડિયા એ અથાગ પ્રયત્નો કરી પ્રોગ્રામ સફળ બનાવ્યુ હતુ. દાહોદ ના સમાજ ના અગ્રણી ઇકબાલભાઇ ખરોદાવાલા અને આસિફભાઈ સૈયદે મળીને આ ઉમદા કાર્ય જે દાહોદ મા પેહલી વાર થયુ એમને બહુ બિરદાવ્યુ હતુ.UPTA સલગ્ન ક્લિનિક મા કેમ્પ થી લઇ હજ મા જાય ત્યાં સુધી આ પ્રોગ્રામ નિઃશુલ્ક રહેશે એવુ UPTA ના પ્રેસિડેન્ટ ડૉ. સોહેલ કાદરી એ એક અખબાર યાદી મા જણાવ્યુ હતુ. રિપોર્ટર જયેશ ગારી