ગરબાડા ૧૩૩ મતવિસ્તારના વજેલાવ ખાતે દિવ્યાંગ મતદારે ટ્રાઈસિકલ પર જઈ મતદાન કરી.
વનરાજ ભુરીયા,ગરબાડા
હું મત આપવા ટ્રાઇસિકલ લઈને આવ્યો છું. દરેક મતદાતા પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવે.
દિવ્યાંગ ડાંગી ગવરસિંહ જવસીંગભાઈએ અન્ય મતદાતાઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું.
દાહોદ : લોકસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયા અંતર્ગત મહિલા, યુવા, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવ્યાંગ મતદાર ડાંગી ગવરસિંહ જવસીંગભાઈ એ ગરબાડા ૧૩૩ મતવિસ્તારના વજેલાવ મતદાન મથકે આવી મત આપી અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું હતું. ગવરસિંહ ડાંગી ટ્રાઇસિકલ પર આવીને ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન ઘણું અગત્યનું હોવાનું તેમણે જણાવ્યુ હતુ. એક સંદેશમાં તેમણે કહ્યું કે, પ્રત્યેક ચૂંટણીમાં હું મતદાન કરું છું. હું મતદાન કરવા માટે જો ટ્રાઇસિકલ પર આવી શકતો હોઉં તો અન્ય મતદારોએ પણ સો ટકા ઉત્સાહભેર મતદાન કરવું જ જોઈએ.