ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ ના સૌજન્યથી વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયાદિવસની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ ના સૌજન્યથી વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયાદિવસની ઉજવણી કરવામાં આવી
,તારીખ ૮/૫/૨૪ ના રોજ,વિશ્વ રેડ ક્રોસ દિવસ,તેમ જ વિશ્વ થેલેસેમિયા દિવસ ની ઉજવણી રેડ ક્રોસ દાહોદ દ્વારા કરવામાં આવી.આ અંગે, સી એસ ભાભોર, નર્સિંગ કોલેજ,રંધિકપુર,લીમખેડા ખાતે, થેલેસેમીયા રોગ માટે ના ૧૫૩ સેમ્પલ લેવામાં આવ્યા.તેમ જ,કોલેજ ના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા યોજવા માં આવી.તે સાથે જ,દાહોદ ખાતે,રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું..આ બંને કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયા.જેમાં redcross દાહોદ ના ચેરમેન,ગોપાલભાઈ ધાનકા,મંત્રીશ્રી જવાહર શાહ, રેડકરોસ બ્લડ બેંક ના કન્વીનર નરેન્દ્ર પરમાર,મુકુંદ કાબરાવાલા સાબિર શેખ,મનસ્વી ફાઇનસ કંપની ના શશીકાંતભાઈ અને,બ્લડ બેંક ના કર્મચારીઓ એ ઉમદા સેવા બજાવી હતી.અને સારી સંખ્યા માં,બ્લડ કલેક્શન થયું હતું.

